Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:16

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 03:56:14

જુઓ વીડિઓ - અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચનની 'ફન્ને ખાન'નું ટ્રેલર જોરદાર

મુંબઇ: ઐશ્વર્યા રાય બચ્ચન, અનિલ કપૂર અને રાજકુમાર રાવની આવનારી ફિલ્મ 'ફન્ને ખાન'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં એક પિતા અને દીકરીની સ્ટોરી બતાવવામાં આવી છે. પિતા અનિલ કપૂર જે તેની દીકરીનાં સપનાં પૂરા કરવા માટે ઐશ્વર્યા રાય બચ્ચનને કિડનેપ કરી લે છે. આ કિડનેપિંગમાં તેનો સાથ આપે છે રાજકુમાર રાવ. ફિલ્મનાં ટ્રેલરમાં અનિલ કપૂર ટેક્સી ડ્રાઇવરનાં રોલમાં બતાવવામાં આવ્યો છે જે મુહમ્મદ રફીનો ફેન છે. અને તેનાં જેવો સિંગર બનવા માંગે છે. તેનું આ સપનું પૂર્ણ ન થયુ પણ તે તેની દીકરીનાં સપના પૂરા કરવા માંગે છે. તેની દીકરી તેના વધારે વજનને કારણે હમેશાં મજાકનો ભોગ બનતી હોય છે. ત્યારે તેનું સિંગર બનવાનું સપનું પૂર્ણ થશે કે નહીં તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. આ ફિલ્મ 3 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઇ રહી છે.

More News


Gujarat


India