Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:39

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 13:51:02

બોક્સ ઓફિસ પર સંજૂની ધમાલ, કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા

આપણું ગુજરાત ન્યૂઝ

રણબીર કપૂરની ‘સંજૂ’ ધમાકેદાર ચાલી રહી છે. સોમવારે રજા નહોતી, ટિકિટના ભાવ પણ ઓછા હતા. તેમ છતા આ ફિલ્મે 25.35 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. જે ખરેખર અદ્ભૂત છે.’ચાર દિવસની કમાણી 145.66 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રવિવારે ફિલ્મે જે કમાણી કરી તે ભારતીય ફિલ્મ ઈતિહાસમાં અન્ય કોઈ ફિલ્મ કરી શક્યું નથી. રવિવારે ‘સંજૂ’એ 46.71 કરોડ રૂપિયાની કમાણી કરી. આ રકમ ભારતમાં આજ સુધી કોઈ ફિલ્મને એક દિવસમાં મળી નથી.પહેલા દિવસે ‘સંજૂ’એ લગભગ 35 કરોડ, શનિવારે 38.60 કરોડ, રવિવારે 46.71 કરોડ અને સોમવારે 25.35 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે અને હજુ પણ થિયેટર્સમાં આ ફિલ્મ જોવા માટે લોકોની ભીડ જામી રહી છે.

રણબીર કપૂરની ‘સંજૂ’એ તમામ રેકોર્ડ તોડી દીધા છે અને ભારતમાં સૌથી મોટી ઓપનિંગ (રજા સિવાયના ચાલુ દિવસે) મેળવનારી ફિલ્મ બની ગઈ છે. સલમાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’એ પહેલા દિવસે 34.10 કરોડ રૂપયા પહેલા દિવસે કમાણી કરી હતી તે દિવસે રજાનો દિવસ નહોતો.

More News


Gujarat


India