Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:01

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 04:37:42

આલિયાની ફિલ્મ ‘રાઝી’એ પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ-જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘રાઝી’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ દર્શકો આ ફિલ્મ જોવા માટે ઉત્સુક હતા. ફિલ્મનું મ્યૂઝિક પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. રિલીઝના દિવસે જ ફિલ્મે સારી કમાણી કરી છે. શુક્રવારે રિલીઝના પ્રથમ જ દિવસે ‘રાઝી’એ 7.53 કરોડની કમાણી કરી.

‘રાઝી’ રિલીઝના દિવસે જ સૌથી વધુ કમાણી કરનારી 2018ની 5મી હિંદી ફિલ્મ બની. વર્ષની હિટ ફિલ્મો જેવી કે ‘સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી’ (6.18 કરોડ), ‘હિચકી’ (3.31 કરોડ) અને ‘ઓક્ટોબર’ (4.18 કરોડ)ના ફર્સ્ટ ડે કલેક્શન કરતાં ‘રાઝી’નું ફર્સ્ટ ડે કલેક્શન વધારે છે. ‘રાઝી’ ના પોઝિટિવ રીવ્યૂને જોતાં લાગે છે કે શનિવારથી જ ફિલ્મની કમાણીમાં વધારો થશે. ફિલ્મની વાર્તા 1971માં થયેલા ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની આસપાસ ફરે છે. જ્યાં એક ભારતીય છોકરી (આલિયા ભટ્ટ) પાકિસ્તાનના આર્મી ઓફિસર (વિકી કૌશલ) સાથે લગ્ન કરીને ભારત માટે જાસૂસી કરે છે.

‘રાઝી’માં જયદીપ અહલવત, શિશિર શર્મા, રજિત કપૂર, સોની રાઝદાન, અરીફ ઝકારિયા અને અમૃતા ખાનવિલકર મહત્વના રોલમાં છે. આ ફિલ્મથી મેઘના ગુલઝારે કમબેક કર્યું છે. મેઘનાએ છેલ્લે 2015માં ‘તલવાર’ ડિરેક્ટ કરી હતી. બી-ટાઉનના સેલિબ્રિટિઝ ફિલ્મની કાસ્ટ અને પ્લોટના વખાણ કરતાં થાકતાં નથી ત્યારે આલિયાના પિતા મહેશ ભટ્ટે કહ્યું કે, ” રાઝી’માં આલિયાએ અત્યાર સુધીનું બેસ્ટ પફોર્મંસ આપ્યું છે.” મહેશ ભટ્ટે ટ્વિટર પર લખ્યું કે, “મેઘના ગુલઝારની થ્રિલર ફિલ્મમાં આલિયા ભટ્ટે તેના કરિયરનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પફોર્મંસ આપ્યું છે.”

More News


Gujarat


India