Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:58

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 19:19:43

હેરાફેરી 3માં અક્ષય કુમાર, ઇન્દ્રકુમાર કરશે ડિરેક્ટ

હેરાફેરી’ સીરિઝની બે ફિલ્મ્સને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ત્રીજા ભાગની રાહ જોતા જોતાં દર્શકોએ 12 વર્ષ પસાર કરી નાખ્યાં છે. તાજેતરમાં જ એવી ચર્ચા હતી કે હેરાફેરીનો ત્રીજો ભાગ ઈન્દ્ર કુમાર ડિરેક્ટ કરવાના છે. ઈન્દ્રએ એ પણ જણાવ્યું હતું કે તેઓ આ સીરિઝની તૈયારી કરી રહ્યાં છે.

બીજી બાજુ એવી પણ ચર્ચા હતી કે અક્ષય કુમાર ‘હેરાફેરી 3’માં કામ નહિ કરે. અક્ષય વગર જ ‘હેરાફેરી’નો ત્રીજો ભાગ કેવી રીતે બની શકે છે. જોકે, હવે અક્ષય કુમારે કન્ફર્મ કર્યું હતું કે તે ‘હેરાફેરી 3’ કરી રહ્યો છે. ફિલ્મ ‘ગોલ્ડ’નું પ્રમોશન કરતાં અક્ષય કુમારને સવાલ પૂછાયો હતો કે સામાજિક મુદ્દાવાળી ફિલ્મ્સ શા માટે કરી રહ્યો છે? આ પર અક્ષયે કહ્યું કે તે દરેક પ્રકારની ફિલ્મ્સ કરી રહ્યો છે. તે ‘હાઉસફુલ 4’ કરી રહ્યો છે. ‘હેરાફેરી 3’ કરી રહ્યો છે. અક્ષયની આ વાતથી સાબિત થઈ ગયું કે ‘હેરાફેરી 3’માં અક્ષય કુમાર પણ હશે. જેથી આ સીરિઝની રાહ જોતા ફેન્સના ચહેરા પર મુસ્કાન આવી છે. 2000માં આવેલી ‘હેરાફેરી’ને પ્રિયદર્શને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘રામજી રાવ સ્પીકિંગ’ (1989)ની હિંદી રીમેક હતી. જ્યારે બીજા ભાગને નીરજ વોરાએ ડિરેક્ટ કર્યો હતો.

More News


Gujarat


India