Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:25

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-11 08:24:56

સોનમ કપૂરના 8મેએ આનંદ આહુજા સાથે લગ્ન

નવી દિલ્હી - 

બોલિવૂડની વધુ એક અભિનેત્રી લગ્નગ્રંથીએ જોડાવા જઇ રહી છે. કપૂરકૂડી સોનમ દિલ્હીના બિઝનેસમેન આનંદ આહુજા સાથે 8મેએ સાત ફેરા ફરશે. આ  પહેલા આ લગ્ન સ્વિટ્ઝરલેંડ સ્થિત જિનેવામાં ડેસ્ટિનેશન વેડિંગના રૂપે થવાના હતા પરંતુ બાદમાં પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો. આ મુદ્દે સોનમે કહ્યું હતું કે, “150 લોકોનું જિનેવામાં આવવા-જવાનું, રહેવાનું મુશ્કેલ હતું. પરિવારમાં ઘણા લોકો વૃદ્ધ છે જેમને મુસાફરીમાં તકલીફ પડશે. અને આ રીતે પૈસા વેડફવા કરતાં સારું છે કે હું ઘરે જ લગ્ન કરી લઉં. મહત્વનું એ છે કે રીતિ-રિવાજ સાથે લગ્ન થાય તે જરૂરી છે.”સોનમના લગ્નની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ખબરો પ્રમાણે ડિઝાઈનર અનામિકા ખન્ના સોનમનો લહેંગો ડિઝાઈન કરશે. જ્યારથી સોનમ અને અનામિકા એક મેગેઝિનના કવર પર સાથે દેખાયા હતા ત્યારથી એવી અટકળો છે કે અનામિકા ખન્ના સોનમનો લહેંગો ડિઝાઈન કરશે. એક મેગેઝિનના ફોટોશૂટ માટે સોનમ દુલ્હન બની હતી. તે કપડાં અનામિકાએ ડિઝાઈન કર્યા હતા.

More News


Gujarat


India