Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:25

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 09:27:10

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન...બોરિંગ, બકવાસ પણ બોક્સ ઓફિસ પર હિટ

આપણું ગુજરાત ન્યૂઝ

નામ બડે ઔર દર્શન ખોટે...જેવા હાલ આમિર અને અમિતાભની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના થયા છે. બોરિંગ અને કંટાળાજનક ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોની આશા પર ઠગારી નીવડી છે. અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરીના કૈફ, ફાતિમા સના શેખને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મ યશરાજ ફિલ્મ્સની મોટા બજેટવાળી ફિલ્મ છે. આ ફિલ્મ 8 નવેમ્બરે નૂતન વિક્રમ સંવત વર્ષથી રિલીઝ થઈ છે.ફિલ્મના રીવ્યૂ તેમજ સામાન્ય પ્રતિક્રિયા મોટે ભાગે બહુ જ ખરાબ આવ્યા છે, તે છતાં ફિલ્મે પહેલા જ દિવસે જોરદાર કમાણી કરી છે.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 52.25 કરોડની કમાણી કરી છે અને ઓપનિંગ દિવસે જ આટલી બધી કમાણી કરનાર પહેલી જ હિન્દી ફિલ્મ બની છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મ પૂર્વે ઓપનિંગ દિવસે મોટી કમાણી કરવાનો વિક્રમ ‘બાહુબલી – ધ કન્ક્લ્યુઝન’ ફિલ્મનો હતો. એણે રૂ. 40.73 કરોડનો વકરો કર્યો હતો. આમિરની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મે એના જ દ્વારા અભિનીત ‘દંગલ’ (રૂ. 29.78 કરોડ)ને પણ ક્યાંય પાછળ રાખી દીધી છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ભારત ઉપરાંત વિદેશ સહિત 7000 જેટલા થિયેટર-સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ‘દંગલ’ ફિલ્મને 5,300 સ્ક્રીન પર રિલીઝ કરાઈ હતી. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ની ટિકિટના ભાવ સામાન્ય કરતાં ઘણા વધારે રાખવામાં આવ્યા છે. આ પહેલાં કોઈ હિન્દી ફિલ્મ માટે ટિકિટના ભાવ આટલા બધા ઊંચા રાખવામાં આવ્યા નહોતા. જોકે આ ફિલ્મ જોનાર અનેક સમીક્ષકો તથા સામાન્ય દર્શકોનું કહેવું છે કે આ ફિલ્મ સાવ બોરિંગ (કંટાળાજનક) છે અને મનોરંજનના નામે મીંડું છે.

More News


Gujarat


India