Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:22

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 07:46:08

મુંબઇમાં યોજાઇ શકે છે દીપિકા અને રણવીરના લગ્ન

પાછલા વર્ષે જ્યારે એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ઈટાલીમાં લગ્ન કર્યા, ત્યારથી જ બોલિવૂડના ફેમસ કપલ માનવામાં આવતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની અટકળો લગાવાઈ રહી હતી.જોકે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેના પેરેન્ટ્સે હાલમાં જ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. કહેવાઈ રહ્યું છે કે આ માટે ખાસ રીતે દીપિકાના પેરેન્ટ્સ બેંગલુરુથી મુંબઈ રણવીરના પેરેન્ટસને મળવા માટે આવ્યા હતા.હકીકતમાં આ ખાસ મુલાકાત બાદ દીપિકાને રણવીરના પેરેન્ટ્સ સાથે ડિનર કરતા જોવા મળી. એવું સૂત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે કે રણવીર-દીપિકા પણ ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઈચ્છતા હતા, પરંતુ રણવીરના પેરેન્ટ્સ નથી ઈચ્છે છે કે લગ્ન મુંબઈમાં જ થાય.કારણ કે તેમના બધા સંબંધીઓ મુંબઈ-દિલ્હીમાં રહે છે અને ડેસ્ટીનેશન વેડિંગના કારણે તેઓ નથી ઈચ્છતા કે સંબંધીઓ લગ્નમાં શામેલ ન થઈ શકે. ખાસ વાત એ છે કે આ લગ્ન સાઉથ ઈન્ડિયન રીતિ-રિવાજો સાથે જ પંજાબી લગ્નની વિધિ પણ નિભાવવામાં આવશે.

More News


Gujarat


India