Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:54:47

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 11:10:30

નેશનલ એવોર્ડમાં શ્રીદેવીને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર, બોની કપૂર ભાવૂક બન્યા

નવી દિલ્હી - 

65મા નેશનલ એવોર્ડમાં શ્રીદેવીને ફિલ્મ મોમ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ દિવંગત શ્રીદેવીને મળ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે બોની કપૂરે મરણોંપરાંત પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ સમયે બોની કપૂરની સાથે શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂર પણ હાજર રહી હતી. સમગ્ર સમારંભ દરમિયાન બોની કપૂર ભાવૂક બની ગયા હતા ત્યારે જ્હાન્વીએ પિતા બોની કપૂરને સંભાળ્યા હતા. 

ફિલ્મ Momમાં શ્રીદેવીએ એક એવી માતાનું પાત્ર નિભાવ્યું હતું જે કેસ હાર્યા બાદ પોતાની દીકરીના રેપિસ્ટને સજા આપે છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અક્ષય ખન્ના સહકલાકાર હતા. 50 વર્ષના કરિયરમાં 300 જેટલી ફિલ્મો કર્યા બાદ સ્વર્ગીય શ્રીદેવીને આ અવોર્ડ મળ્યો છે.

મીડિયા સાથે વાતચીતમાં બોની શ્રીદેવીના જવાનું દુઃખ ન છૂપાવી શક્યા અને ભાવુક થઈ ગયા. બોની કપૂરે કહ્યું કે, “અમારા પરિવાર માટે આ ગર્વની વાત છે. આખો પરિવાર અને હું શ્રીને ખૂબ મિસ કરીએ છીએ. આજે શ્રી આપણી વચ્ચે નથી પણ તે જ્યાં પણ હશે ત્યાં ખૂબ ખુશ હશે.” શ્રીદેવીની યાદમાં બોની આંખમાંથી આંસુ નીકળ્યા, તો બંને દીકરીઓએ પણ આ પ્રસંગે મોમને યાદ કરી.

More News


Gujarat


India