Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:27:01

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 10:21:12

ઓસ્ટ્રેલિયામાં હિટવેવ, મેલબોર્નમાં થશે ગરમ ભઠ્ઠી જેવો અહેસાસ

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ

ઓસ્ટ્રેલિયામાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉંચે જઇ રહ્યો છે. આગામી સમયમાં મેલબોર્નવાસીઓને તેની સૌથી અસર થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ઘણાં વર્ષોમાં આ વખતનો ઉનાળો સૌથી વધારે ગરમ રહેવાનું પણ અનુમાન છે. આગામી  દિવસોમાં છેલ્લા બે વર્ષમાં વિક્ટોરિયામાં સૌથી વધારે ગરમ દિવસનો પણ લોકોએ અનુભવ કરવો પડશે. 

વિક્ટોરિયા એમ્બ્યુલન્સ કમાન્ડર પોલ હોલમેનના જણાવ્યા અનુસાર લોકોએ જરૂરિયાત હોય તો જ બહાર નિકળવું જોઇએ, કારણ કે ગરમીનો પારો સતત વધવાનો છે. હિટવેવ અને બુશફાયર જેવી ઘટનાને પણ નકારી શકાય તેમ નથી. 

મેલબોર્નમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રી સેલ્સિયસથી પણ વધી શકે છે. જ્યારે ગિલોન્ગ અને બેન્ડિગોમાં તો સ્થિતિ વધુ વણસી શકે છે કારણ કે અહીં ગરમી 42 ડિગ્રી થવાનું અનુમાન છે. 

ઓથોરિટી પણ બુશ ફાયરની શક્યતાને કારણે ચિંતિત હોવાની સાથે સચેત બની ગઇ છે. જોકે ઓથોરિટીએ કારણ વગર બહાર ન નિકળવાની સલાહ આપી છે. 

More News


Gujarat


India