Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:27:15

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-09 20:04:59

ત્રાસવાદ ફેલાવવાના આયોજનનો પર્દાફાશ, ઓસ્ટ્રેલિયન પોલીસે 3ની ધરપકડ કરી

આપણું ગુજરાત ન્યૂઝ. મેલબોર્ન

આઇએસઆઇએસથી પ્રેરાઇ ઓસ્ટ્રેલિયામાં ત્રાસવાદી હુમલા કરવાના આયોજન બદલ ત્રણ વ્યક્તિઓની વિક્ટોરિયા પોલીસે ધરપકડ કરી છે. મેલબોર્ન સ્થિત ઘરમાંથી પોલીસે તુર્કીશ મૂળના ત્રણ ઓસ્ટ્રેલિયન સિટીઝનની ધરપકડ કરી છે. ત્રણેયના પાસપોર્ટને પહેલેથી જ સિક્યુરિટી કારણોસર કેન્સલ કરવામાં આવેલા હતા. જોકે ત્રણેય વ્યક્તિઓએ કોડેડ ભાષામાં મેસેજની આપ-લે કરી હોવાથી જાણી શકાયું નથી કે હુમલા કરવાની તેમની યોજના ક્યારે હતી. આ યોજના હેઠળ તેઓ 0.22 બોરની રાઇફલ ખરીદવાના હતા, જોકે ઓસ્ટ્રેલિયામાં કડક ગન લૉને કારણે તેમ શક્ય બન્યું નહતું. 21, 26 અને 30 વર્ષીય ત્રણેય વ્યક્તિ પર ત્રાસવાદ ફેલાવવાની યોજનાના ગુના લાગુ કરવામાં આવ્યા છે. જેમાં ઉંમ્રકેદની જોગવાઇ છે.

More News


Gujarat


India