Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:09:26

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 04:23:58

માતૃભાષા એ જ ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા

જીસીક્યુ બ્રિસબેન દ્વારા ઓરા બ્રિસબેન ગુજરાતી ગ્રામર સ્કૂલનો 28મીથી પ્રારંભ

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

દેશ હોય કે પરદેશ. આપણું વતન અને આપણા વતનના સંસ્મરણો ક્યારેય ભૂલાતા નથી. પરદેશમાં રહીને પણ લોકો પોતાની માતૃભાષાને ભૂલતા નથી. પરદેશમાં રહીને વ્યક્તિ ગમે તેવું સ્પષ્ટ અંગ્રેજી બોલતો હોય, પરંતુ જ્યારે તે માતૃભાષામાં વાત કરે છે ત્યારે ખ્યાલ આવી જાય છે કે આ ભાઇ કે બહેન ગુજરાતના ક્યા ખૂણાના વતની છે. ભલે તેઓ ક્યાંના છે તેની સ્પષ્ટતા ન કરે, પરંતુ માતૃભાષાથી તેમની ઓળખાણ સ્પષ્ટ જરૂર થઇ જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે. આ સાથે જ તેનું માનસિક બંધારણ પણ ધીમે ધીમે માતા અને ઘરના લોકોની જીવનશૈલી સાથે તૈયાર થતું હોય છે. આ વાતાવરણનો ઘણો મોટો પ્રભાવ હોય છે. પરદેશમાં રહીએ તો પણ સંપૂર્ણ પરદેશી તો નથી જ થવાતું અને તેમાં સમય સાથે બધું બદલાતું હોય છે, પરંતુ મોટેભાગે માતૃભાષા તો નથી જ ભૂલાતી. આથી જ તો આ માતૃભાષાને જાળવી રાખવા જીસીક્યુ બ્રિસબેન દ્વારા ઓરા સિડની ગુજરાતી ગ્રામર સ્કૂલના સહયોગથી ઓરા બ્રિસબેન ગુજરાતી ગ્રામર સ્કૂલનો પ્રારંભ થઇ રહ્યો છે. જ્યાં ગુજરાતી ભાષામાં આપણી સંસ્કૃતિ, વારસો, ધાર્મિક, ઇતિહાસ અને સામાજિક રિતરીવાજોની માહિતી આપવામાં આવશે, તો સામાજિક સ્તરે વ્યવસાયિક અને વ્યક્તિગત રીતે ગુજરાતી ભાષાની ઉપયોગિતાનું મહત્વ પણ સમજાવાશે. 

સ્કૂલની શરૂઆત MILCOM OXLEY QLD, 2140 LOWER GROUND, IPSWICH ROAD, OXLEY, QUEENSLAND 4075થી થઇ રહી છે. વધુ માહિતી માટે આપ ધ્રુતી પટેલનો 048527982 પર સંપર્ક કરી શકો છે અથવા enquirygcq@gmail.com ઇ-મેલ કરો શકો છો. 

More News


Gujarat


India