Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:09:45

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 04:32:31

કોમનવેલ્થ ગેમ્સના પ્રવાસીઓને સ્થાનિકની જેમ રાખવા ગોલ્ડ કોસ્ટ તૈયાર

ગોલ્ડકોસ્ટમાં આગામી એપ્રિલમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં અંદાજે 7 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા સેવાઇ રહી છે. ગોલ્ડકોસ્ટ 2018ના આયોજકો ઓસ્ટ્રેલિયન હોમસ્ટે નેટવર્ક સાથે પ્રવાસીઓને ક્યાં રાખવા તે દિશામાં કામ કરી રહ્યું છે અને તેમના મતે પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયન મહેમાનનવાજીને અહેસાસ કરાવવામાં આવશે. ગ્લોબલ મીડિયા, એથ્લેટ્સ, તેમનો પરિવાર અને ગેમ્સ વોલન્ટીયર્સને 29 માર્ચથી 17 એપ્રિલ 2018 સુધી સ્થાનિક પરિવાર સાથે રહેવાનો મોકો મળશે. ઓસ્ટ્રેલિયન હોમસ્ટે નેટવર્કના ફાઉન્ડિંગ ડાઇરેક્ટર ડેવિડ બાયક્રોફ્ટના મતે સ્થાનિક લોકો માટે આ મહેમાનનવાજીનો જીવનમાં મળતા એક મોકા સમાન છે. અમે જ્યારે આ દિશામાં આગળ વધ્યા ત્યારે સ્થાનિકો તરફથી શ્રેષ્ઠ મદદ મળી રહી છે. અમારી સાથે હાથ મિલાવવા માટે તેઓ પણ આતુર જણાઇ રહ્યા છે. બજેટ ફ્રેન્ડલી એકોમોડેશન માટે હોમસ્ટે એક શ્રેષ્ઠ માધ્યામ હાલ તો દેખાઇ રહ્યું છે, કારણ કે ગેમ્સના આયોજન વખતે રેન્ટ એક નાઇટના 150 ઓસ્ટ્રેલિયન ડોલર થઇ શકે છે. કારણ કે હોમસ્ટેમાં 100થી લઇને 150 ડોલર સુધીનું અકોમોડેશન મળી શકે છે. 

More News


Gujarat


India