Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:12:24

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:53:46

કોમનવેલ્થ ગેમ્સ પહેલા જ વેસ્ટ બ્રિસબેનમાં શંકાસ્પદ એક્સપ્લોઝિવ ડિવાઇસ મળી આવ્યું

આપણું ગુજરાત ન્યૂઝ. બ્રિસબેન

સોમવારે સવારે એપ્સવિચ સિટી કાઉન્સિલનો સ્ટાપ સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરી રહ્યો હતો ત્યારે વેસ્ટ બ્રિસબેનના રેડબેન્ક પ્લાઝાના કાર પાર્કિંગ એરિયામાં બે લોકો શંકાસ્પદ હરકત કરતાં નજરે પડ્યા હતા. જ્યાંથી શંકાસ્પદ ડિવાઇસ પણ મળી આવી હતી. ઘટનાની જાણ થયા બાદ 100 મીટર એરિયામાં બોમ્બ સ્કોડે જગ્યાને ઘેરી લીધી હતી. સિનીયર સાર્જેન્ટ ગેરેથ જેમ્સના જણાવ્યા અનુસાર ડિવાઇસ કારબોર્ડ બોક્સમાં છુપાવાઇ હતી. જેમાં ફર્ટિલાઇઝર મળ્યું ન હતું, પરંતુ એક્સપ્લોઝિવ થઇ શકે તેવું લિક્વિડ મળી આવ્યું હતું. જોકે તેમણે વધુ કોઇ જાણકારી આપી ન હતી. એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સને પગલે પોલીસ વધારે સતર્ક નજરે પડી રહી છે. 

image courtesy - abc news

More News


Gujarat


India