Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:14:14

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 00:36:54

ખનીજ ક્ષેત્રે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપારની અનેક તકો

આપણું ગુજરાત ન્યૂઝ. 

ભારતમાં મજબૂત આર્થિક વૃદ્ધિ અને ઓસ્ટ્રેલિયન ખનિજ સંસાધનો અને ખાણકામ સાધનો, ટેક્નૉલોજી અને સેવાઓ માટેની વધેલી માંગથી  નોંધપાત્ર પડકારોની સાથે પણ બંને દેશો માટે મોટી તકો ઊભી થઈ શકે છે. ટ્રેડિંગ નેશન કન્સલ્ટિંગ દ્વારા સંશોધન પર આધારિત એમસીએના ન્યૂ ફ્રન્ટિયર્સ પ્રોજેક્ટના રિપોર્ટમાં ખાણકામ સંબંધિત રોકાણો પર મોટાભાગે ખનીજ સાધનો, ટેકનિક અને સર્વિસિઝ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ઉજ્વળ વેપારની અનેક સંભાવનાઓની રૂપરેખા આપે છે. આ રિપોર્ટ પ્રમાણે ખાણ-ખનીજ ક્ષેત્રે ભારતમાં અનેક તકોની સાથે પડકારો પણ છે. જેમાં અનિયમિતિ ટેક્સ અને નિયમોનો સમાવેશ થાય છે. જે  મુશ્કેલ વેપાર વાતાવરણ ઊભું કરે છે. તો આ તરફ અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારતીય કંપનીઓ ઓસ્ટ્રેલિયન સંસાધનો અને જમીનમાં રોકાણ કરવા રસ ધરાવે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના નિયમનકારી પ્રણાલી અને વિદેશી મૂડીરોકાણને લક્ષ્ય રાખતી રાજકીય ઝુંબેશો તેમાં અડચણ બની રહી છે. 

More News


Gujarat


India