Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:10:27

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 23:04:55

એર ઇન્ડિયાએ સર્જી આફત - 7 ટીટી પ્લેયરને ઓસ્ટ્રેલિયા જતાં અટકાવ્યા

મનિકાના ટ્વીટ બાદ કેન્દ્ર સરકારનો ક્વિક રિસ્પોન્સ, અન્ય ફ્લાઇટમાં પ્લેયર્સ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા

આપણું ગુજરાત ન્યૂઝ

ઓસ્ટ્રેલિયા આવતી ભારતીય ટેબલ ટેનિસ ટીમને એર ઇન્ડિયાનો એક કડવો અનુભવ થયો છે. ટીમના 7 ખેલાડીઓને એર ઇન્ડિયાએ ફ્લાઇટ ઓવર બુકિંગ થઇ ચૂકી છે તેવું કહીને રવિવારે ઓસ્ટ્રેલિયા જતાં અટકાવ્યા હતા. આ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં રમાનારી ITTF વર્લ્ડ ટૂર માટે જઇ રહ્યા હતા. 

આ મુકાબલો સોમવારથી શરૂ થવાનો છે. પરંતુ, એર ઈન્ડિયાની AI 0308 ફ્લાઈટમાં કુલ 17 ખેલાડીઓમાંથી માત્ર 10 ખેલાડીઓ જ જઈ શક્યા. બાકીના 7 ખેલાડીઓએ એર ઈન્ડિયાએ એરપોર્ટ પર બનેલા પોતાના કાઉન્ટર પર એમ કહીને રોકી લીધા કે તેમની શિડ્યૂલ ફ્લાઈટ ઓવરબુક્ડ થઈ ગઈ છે. મનિકા ઉપરાંત શરથ કમલ, મૌમા દાસ, માધુરિકા પાટકર, હરમીત દેસાઈ, સુથિર્તા મુખર્જી, સાથયાં ગનાસેકરન આ ફ્લાઈટમાં ન જઈ શક્યાં.કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી મનિકા બત્રાએ પોતાની આ મુશ્કેલીને ટ્વીટર પર શેર કરી છે.

મોનિકાએ પોતાનો આ કડવો અનુભવ શેર કરતા પોતાની ટ્વીટમાં સ્પોર્ટસ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરી આ મામલે તપાસ કરવાની માગ કરી છે. જોકે, ખેલ ભારતના ડીજી નીલમ કપૂરે મનિકાના આ ટ્વીટનો જવાબ આપવામાં જરાપણ મોડું ન કર્યું અને તેમણે મનિકાના ટ્વીટર પર રિપ્લાય કરતા લખ્યું કે, ‘અમે તાત્કાલિક જ આ મામલાને જોઈ રહ્યા છીએ. જોકે આખરે નીલમ કપૂરે ખેલાડીઓ માટે અન્ય ફ્લાઇટમાં વ્યવસ્થા કરતાં મામલો શાંત પડ્યો હતો અને આખરે તેઓ અોસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા. 

More News


Gujarat


India