Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:25:00

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 03:47:41

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને કરી ભૂલ, ફટકાર્યો દંડ

વડાપ્રધાન માલ્કમ ટર્નબુલને 250 ડોલરનો દંડ ફટકારાયો

આપણું ગુજરાત ન્યૂઝ. સિડની

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે દેશના વડાપ્રધાનને પણ નિયમભંગ બદલ દંડ ફટકારવામાં આવે ? માથું ખંજવાળતા કદાચ ભારતનો કોઇ કિસ્સો તો યાદ નહીં જ આવે...જોકે વિદેશમાં અને તેમાં પણ ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં નિયમ દરેક નાગરિક માટે સરખા હોય છે. ભલે તે વડાપ્રધાન જ કેમ ન હોય. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નબુલને મેરી ટાઇમ સિક્યુરિટી બોર્ડે 250 ડોલરનો દંડ ફટકાર્યો છે.

વડાપ્રધાન દરિયાઇ બોટની મજા માણવું થોડું ભારે પડ્યું છે. કારણ કે લાઇફ જેકેટ સિવાય વડાપ્રધાન સિડની હાર્બર પાસે બોટિંગ કરતા નજરે પડ્યા હતા. ન્યુ સાઉથ વેલ્સ રાજ્યની રોડ અને મેરિટાઇમ સિક્યુરિટીના મતે ટુર્નબુલને તેમના સિડની નિવાસ સ્થાન પોઇન્ટ પાઇપર નજીકના બીચ પર નાવમાં લાઈફ જેકેટ પહેર્યા વગર જોવામાં આવ્યા હતા અને તેમના દ્વારા વોટરવે સલામતીનો જે નિયમ ભંગ કર્યો છે તે મુજબ - 4.8 મીટર થી  નાની નાવમાં એકલા  મુસાફરી કરનારે લાઈફ જેકેટ પહેરવી ફરજીયાત છે અથવા દંડ કરવામાં આવશે. નોંધનીય છે કે જ્યારે વડાપ્રધાનને ભૂલનો અહેસાસ થયો ત્યારે ફેસબુક પર પોસ્ટ દ્વારા સૌને જાણ કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં દંડ ભરી દેવામાં આવશે. 

 

More News


Gujarat


India