Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:10:48

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 05:56:30

પીએમ જેસિંડા આર્ડેનનું નામ લેતા લેતા ઓસી. મિનિસ્ટર ફજેતી કરી બેઠા

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

જીભ લપસી જવાના અનેક કિસ્સા આપણે સાંભળ્યા છે અને તેમાં નેતાજી તો યાદીમાં ટોપ પર આવે. કારણ કે અવારનવાર ભાષણ આપતા આપતા જીભ લપસી જાય અને ન બોલાવનું બોલાઇ પણ જાય. આવું જ કંઇક ઓસ્ટ્રેલિયામાં બન્યું છે. ન્યૂઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર જેસિંડા આર્ડેન હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને ઓસ્ટ્રેલિયાના ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર ક્રિસ્ટોફર પાયનચેનલ નાઇનના એક ટીવી પ્રોગ્રામમાં ન્યૂઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટરનું નામ અનેકવાર ખોટું લીધું હતું. તેઓ ક્યારેક જેસિકા તો ક્યારેક જિસંટા કહીને સંબોધ્યા હતા. જોકે સાચું પ્રોનાન્સિયેશન કરે તે પહેલા મિનિસ્ટરશ્રીની ફજેતી થઇ ચૂકી હતી. કંટાળીને મિનિસ્ટર સાહેબે છેલ્લે એમ જ કહીં દીધું કે આજે સવાર ખરાબ છે. 

PHOTO SOURCE - DAILY MAIL

More News


Gujarat


India