Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:26:57

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 05:43:44

ભારતીય પ્રવાસીઓની પહેલી પસંદ ઓસ્ટ્રેલિયા

ઓક્ટોબર 2017માં 15 ટકા પ્રવાસીઓનો વધારો
ઓક્ટોબર2017માં 24100 ભારતીયોએ મુલાકાત લીધી

આપણું ગુજરાત ન્યૂઝ

ભારતીય પ્રવાસીઓમાં ઓસ્ટ્રેલિયા આવવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. કારણ કે ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા આવતા ભારતીય પ્રવાસીઓમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2017માં 24100 ભારતીય પ્રવાસીઓએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી છે.

 

ઓસ્ટ્રેલિયા માટે ભારત એક સૌથી મોટું માર્કેટ છે અને 2017માં અત્યાર સુધીમાં 294000 ભારતીયોએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી છે. 2020 સુધીમાં ઓસ્ટ્રેલિયા 300000 ભારતીય પ્રવાસી મુલાકાત લે તેવો ટાર્ગેટ રાખી રહ્યું છે. પરંતુ લાગે છે કે આ વર્ષમાં જ ટાર્ગેટ પૂર્ણ થઇ જશે તેવું લાગી રહ્યું છે. ઓક્ટોબરમાં 741500 લોકોએ વિવિધ દેશોમાંથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી છે. ઓસ્ટ્રેલિયા મુલાકાતમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસીઓ ટોચના સ્થાને છે. જ્યારે ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, સિંગાપોર, જાપાન, મલેસિયા, સાઉથ કોરિયા બાદ ભારતનો નંબર આવે છે. ભારતીય પ્રવાસીઓ માટે વર્ષના મધ્યમાં ટુરિસ્ટ વિઝા ઓનલાઇન એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી અને તેનો સારો પ્રતિસાદ ઓસ્ટ્રેલિયાને ભારતીય પ્રવાસીઓના રૂપમાં મળ્યો છે. તાનિયા ગેર્લેચ, ચીફ માઇગ્રેશન ઓફિસર, ડિપાર્ટમેન્ટ ઓફ માઇગ્રેશન એન્ડ બોર્ડર પ્રોટેક્શનના મતે 60 ટકા એપ્લિકેશન ઓનલાઇન આવી છે અને નવેમ્બર 2017માં આ આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા છે. 

નોંધનીય છે કે ખર્ચ કરવાની બાબતની નોંધ લેવામાં આવે તો સપ્ટેમ્બર 2017 સુધીમાં ભારતીયો દ્વારા 1.45 બિલિયન ડોલર (અંદાજે 7200 કરોડ) ખર્ચ કરવામાં આવ્યો છે. જે 26 ટકાનો વધારો દર્શાવે છે. આમ ભારતીય પ્રવાસીઓનો ઓસ્ટ્રેલિયા માટેનો ક્રેઝ આઇલેન્ડ દેશ માટે સોનાની મરઘી સમાન સાબિત થઇ રહ્યો છે. 

More News


Gujarat


India